જીવનથી પર ધબકતું એક જીવન એટલે પુસ્તકો..

IMG_20150507_170337

અમદાવાદનો નેશનલ બુક ફેર એટલે વાંચકરસિકો માટે સાહિત્યનું સરનામું

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ 1-05-2015થી 7-05-2015 દરમિયાન 4થા અમદાવાદ નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આ સપ્તાહને સાહિત્ય સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો હતો. અમદાવાદ તથા ગુજરાતના વધુમાં વધુ લોકોમાં પુસ્તક-વાંચન માટે પ્રેરાય તથા શ્રેષ્ઠ સાહિત્ય અને સાહિત્યકારોને જાણે અને માણે એવા આશયથી દર વર્ષે 1લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિનના રોજ પુસ્તક મેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવે છે. આ પુસ્તક-મેળો માત્ર સાહિત્યના વેચાણ સુધી સીમીત ન રહેતાં સાહિત્યનું સરનામું બની ચુક્યો છે. અમદાવાદીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક પુસ્તક-મેળાનો આવકાર કર્યો હતો.

IMG_20150507_170816

આ વર્ષે પણ 1લી મેના રોજ શરૂ થયેલાપુસ્તક-મેળમાં સમગ્ર દેશના 300 જેટલા પ્રકાશકો અને ડિસ્ટ્રીબ્યૂટર્સે ભાગ લીધો હતો. સમગ્ર ઇવેન્ટનું આયોજન એક લિટરરી ફેસ્ટિવલ તરીકે કરવામાં આવ્યું હતું. દરેક હોલની સજાવટ થિમ બેઝ્ડ રાખવામાં આવી હતી. આ પુસ્તક-મેળામાં ન્યૂઝહન્ટે પણ પોતાના કેટલાક પ્રકાશક મિત્રો સાથે મળીને વાંચકોને ન્યૂઝહન્ટ મોબાઇલ એપ અને ઇ-બુક્સથી માહિતગાર કર્યાં હતા. ન્યૂઝહન્ટ એપ વાંચકોને તાજા સમાચારોની સાથે વિવિધ ઇ-પુસ્તકોની પણ સેવા આપે છે. દરેક ક્ષેત્રે હવે જ્યારે ટેક્નોલોજીની બોલબાલા વધી રહી છે તો સાહિત્ય ક્ષેત્ર એમાં શા માટે પાછળ રહે? આ પુસ્તક-મેળા દરમિયાન ન્યૂઝહન્ટ દ્વારા તેના વાંચકો માટે ખાસ લકી-ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીતનાર વિજેતાને ન્યૂઝહન્ટ તરફથી પાવર-બેન્ક ચાર્જરની ભેટ આપવામાં આવી હતી.

સાથે જ સાહિત્ય સપ્તાહ હેઠળ વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ત્રિવેણી, જ્ઞાનગંગા બાળ પ્રવૃત્તિ રંગ રંગ વાદળિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ત્રિવેણી’ અંતર્ગત પૂજ્ય શ્રી મોરારિ બાપુ, જાણીતા લેખક અને પદ્મશ્રી ગુણવંત શાહ જેવા મહાનુભવોના વક્તવ્યો, જાણીતું નાટક અકુપાર, કવિ સંમેલન, લોક સંગીત, સુગમ સંગીત અને હાસ્ય દરબાર જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કવિ સુરેન્દ્ર શર્મા, ગાયક ઓસમાણ મીર, ભીખુદાન ગઢવી, અંકિત ત્રિવેદી, શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી વગેરે જેવા સાહિત્ય અને કળાના સર્જકોએ ભાગ લીધો હતો. તો બીજી બાજુ ‘જ્ઞાનગંગા’ અંતર્ગત જય વસાવડા અને ડો.શરદ ઠાકર જેવા જાણીતા કટારલેખકો સાથે રુબરૂ મુલાકાત યોજવામાં આવી હતી આ સિવાય કવિ સંમેલન, કાવ્ય પઠન અને મુશાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, અહીં ગુજરાતના જાણીતા કવિઓ અને ગઝલકારોએ પોતાની કૃતિની રજૂઆત કરી હતી. આ સિવાય ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જકોની સર્જનયાત્રા પર પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પન્નાલાલ પટેલ, ગાલીબ, રમેશ પારેખ, લોકકવિ પિંગળશી લીલા તથા ગુજરાતના ગઝલ વારસા વિશે અનુક્રમે રઘુવીર ચૌધરી, શોભિત દેસાઇ, નિતીન વડગામા, વી.એસ.ગઢવી અને રઇશ મણિયાર જેવા વિદ્વાનોએ માહિતી આપી હતી. બાળ પ્રવૃત્તિ ‘રંગ રંગ વાદળિયા’ હેઠળ પપેટ મેકિંગ, ભવાઇ, પુસ્તક પસંદગી, ક્વિઝ, ફિલ્મ સ્ક્રીનિંગ વગેરે જેવી વિવિધ લર્નિંગ એક્ટિવિટિઝ અને એનિમેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ, આ અમદાવાદ નેશનલ બુક ફેર-2015 સાહિત્યપ્રેમીઓ માટે સાચા અર્થમાં કળા, સાહિત્ય તથા જ્ઞાનનું સરનામું બની રહ્યો.

2 thoughts on “જીવનથી પર ધબકતું એક જીવન એટલે પુસ્તકો..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s