તમારા બગડેલા મિજાજને સુધારી શકે છે…પુસ્તકો!

માનો તો મિત્ર, માણો તો ફિલ્મથી પણ મજેદાર હોય છે પુસ્તકો… દરેક પુસ્તક-પ્રેમી આ વાત ચોક્કસ માનશે.. પુસ્તકો તમારા કાયમી સાથીદાર છે, કોઇ અપેક્ષા કે ફરિયાદ વિના સતત તમારી સાથે રહે છે. આ એવો મિત્ર છે, જેની પાસે તમારા દરેક મૂડ માટે કઇંક ખાસ હોય છે… નિરાશામાં આશા, સંકટ સમયે જરૂરી હિંમત, મૂંઝવણમાં જરૂરી સલાહ-સૂચનો અહીં તમને મળી જ રહે છે. રસ લઇને ધીરજથી વાંચો તો પુસ્તકો એ તમારી Ultimate Company છે.
અહીં અમે કેટલાંક એવાં પુસ્તકોની સૂચિ કાઢી છે જે તમારા મૂડ સ્વિંગ્સમાં તમારા સાથીદાર બની શકે છે!
1. સૌરાષ્ટ્રની રસધાર: ગુજરાતી સાહિત્યની સૌથી જૂની અને જાણીતી વાર્તાઓ અહીં મળી આવે છે. સૌરાષ્ટ્રની જાણીતી લોકકથાઓમાં પ્રેમ, નિષ્ઠા, ખુમારી, વીરતા અને ત્યાગના અનેક ઉદાહરણો મળી રહે છે. ગુજરાતની ભૂમિની અમર પ્રેમકથાઓ અને સાહસિક શૂરવીરની કથાઓ તમારા મનને પણ લાગણીથી તરબોળ કરી દેશે. ઝવેરચંદ મેઘાણી લિખિત આ લઘુકથાઓ ગુજરાતી સાહિત્યના લેખકો માટે આજે પણ પ્રેરણારૂપ છે.
2. ના! કહેવાની કળા: જીવનમાં આગળ વધવા માટે, સમયના સંચાલન માટે, આ કળા હસ્તગત હોવી ખૂબ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં ‘સામેવાળાને ખરાબ ન લાગે’ એ રીતે ના પાડતાં આવડવું આજે સૌથી જરૂરી છે. તમે પણ જો એવી જ કોઇક અસમસંજમાં ફસાયા હોવ, કામના ભાર અને ‘ના પણ કઇ રીતે કહેવી?’ ની વચ્ચે તમારી સેન્ડવિચ થતી હોય, તો આ પુસ્તક ચોક્કસ વાંચજો. જો તમારે ‘ના’ કહેતાં શીખવું હોય તો આ પુસ્તકને ‘હા’ કહેવી પડશે.
3. મિથ્યાભિમાન: રતાંધળા જીવરામ ભટ્ટના પોકળ અભિમાનને વર્ણવતું મનોરંજક નાટક. અહીં દરેક પ્રસંગમાં હાસ્યની સાથે છૂપો કટાક્ષ છે. સમાજની વાસ્તવિક તસવીર ખૂબ જ રમૂજી રીતે રજૂ કરતું આ નાટક તમને ખૂબ હસાવશે, સમાજની સાચી છબી તમારી સમક્ષ મૂકશે અને સાથે જ તમારા મન પરના વિવિધ આવરણો દૂર કરવામાં તમને મદદરૂપ થશે. ગૃહસ્થાશ્રમીઓએ ખાસ વાંચવા જેવું પુસ્તક.
4. સંપૂર્ણ ચાણક્ય નીતિ: કૌટિલ્ય અથવા ચાણક્ય ભારતના વિરલ યુગપુરુષ ગણાય છે. કૂટનીતિમાં તેમનો જોટો જડવો મુશ્કેલ છે, તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે, જે આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે. ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના તેમના વિચારો અને તેમનું જ્ઞાન આજે પણ 2300 વર્ષ પછી પણ એટલા જ પ્રસ્તુત અને સચોટ છે. ચાણક્યની વ્યવહારનીતિ દરેક ક્ષેત્રમાં જરૂરી સલાહ-સૂચનો પૂરા પાડે છે.
5. રહસ્યમયી: રાઇડર હેગાર્ડની આ સસ્પેન્સ થ્રિલર દુનિયાભરનાં વાંચકોએ માણી અને વખાણી છે. વાસ્તવિક દુનિયામાંથી છટકવાનો ઉપાય શોધતા હો, તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ રસપ્રદ નવલ તમને છેલ્લે સુધી જકડી રાખે છે. મિલનની પ્રતિક્ષા અને વિદાય વચ્ચે ઝોલા ખાતી બે જિંદગીઓની આ વાર્તા છે.
પુસ્તકો તમને એક અલગ દુનિયામાં વિહરવાની છૂટ આપે છે, જેથી પોતાની સમસ્યાઓ ભૂલીને આગળ વધવું સરળ બની જાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s