આત્મવિકાસ સાધવામાં મદદરૂપ પુસ્તકો

blogઆજે દુનિયામાં સફળ અને ઝડપી માણસની બોલબાલા છે, ઊગતા સૂર્યને સૌ પૂજે છે પરંતુ એ સ્થાન સુધી પહોંચવા માટે કરવામાં આવેલા સંઘર્ષના સાક્ષી બહુ ઓછા હોય છે. આ રસ્તે ક્યારેક ને ક્યારેક માનવી એકલતા અને નિરાશા અનુભવે છે. આવા સમયે એને જરૂર હોય છે એક પ્રેરણાની, જે એનો હાથ ખેંચીને એને ઊભો કરે અને અથાગ પરિશ્રમ અને સફળતાના રસ્તે ફરી ચાલી નીકળવા માટે જરૂરી જુસ્સો આપે! આપણા જીવનમાં ઘણીવાર આ કામ પુસ્તકો કરી જતાં હોય છે.
આત્મવિકાસ સાધવામાં મદદરૂપ ઘણા પુસ્તકો આજે ઉપલબ્ધ છે અને આ પુસ્તકો વાંચનારો વર્ગ ઘણો ઊંચો છે. દિવસની શરૂઆતમાં અને દિવસના અંતે એક હકારાત્મક અને પ્રેરણાભર્યો વિચાર તમારા શરીરમાં નવી ઊર્જા પૂરે છે. સતત આગળ વધવા માટે હકારાત્મક ઊર્જા અને પ્રેરણાની ખૂબ જરૂર હોય છે અને ખુશ રહેવા માટે સંતોષ અનુભવવો જરૂરી છે. આ તમામમાં તમને પુસ્તકો અવિરતપણે મદદ કરે છે. સંબંધોની જાળવણીથી માંડીને વેપારની આંટીઘૂંટી ઉકેલવામાં આ હકારાત્મક ઊર્જા તમને મદદરૂપ રહે છે.
આ પુસ્તકો તમને પરિવર્તનને આવકારતા તથા સ્વીકારતા શીખવે છે, તમારી નિર્ણયશક્તિ અને વિચારશક્તિને ધાર આપે છે, તમારી મર્યાદાઓને પાછળ છોડવાની તરકીબ શીખવાડે છે અને તમારી આવડતને વધુ તેજ બનાવે છે.
ટૂંકમાં કહીએ, તો આ પુસ્તકો તમને જીવનમાં સતત આગળ વધવાની પ્રેરણા આપશે. ભૂતકાળમાંથી શું શીખ લેવી, વર્તમાનનો સમય સુખરૂપ અને સંતોષપૂર્વક કઇ રીતે પસાર કરવો તથા ઉજ્જવળ ભવિષ્યનિર્માણના પાયા કઇ રીતે નાંખવા એ તમને અહીં ચોક્કસ જાણવા મળશે!
છેલ્લે એટલું જ કહેવાનું કે, તમારા જીવનમાં જો સુખ અને સંતોષ હશે તો તમે જગ જીત્યા, બાકી આખા જગતના વિજેતાને માથે પણ કાંટાળો તાજ શોભતો હોય એવું બને. સામાજિક અને આર્થિક રીતે નહીં, એક માનવી તરીકે તમે કેટલાં આગળ છે એ તમારે સતત ચકાસતાં રહેવું જોઇએ. એ કામમાં આ પુસ્તકો તમને ચોક્કસ મદદરૂપ થશે. અમારા આત્મવિકાસનાં સૌથી શ્રેષ્ઠ 20 પુસ્તકોની સૂચી મેળવો અહીં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s