આત્મવિકાસ સાધવામાં મદદરૂપ પુસ્તકો

blogઆજે દુનિયામાં સફળ અને ઝડપી માણસની બોલબાલા છે, ઊગતા સૂર્યને સૌ પૂજે છે પરંતુ એ સ્થાન સુધી પહોંચવા માટે કરવામાં આવેલા સંઘર્ષના સાક્ષી બહુ ઓછા હોય છે. આ રસ્તે ક્યારેક ને ક્યારેક માનવી એકલતા અને નિરાશા અનુભવે છે. આવા સમયે એને જરૂર હોય છે એક પ્રેરણાની, જે એનો હાથ ખેંચીને એને ઊભો કરે અને અથાગ પરિશ્રમ અને સફળતાના રસ્તે ફરી ચાલી નીકળવા માટે જરૂરી જુસ્સો આપે! આપણા જીવનમાં ઘણીવાર આ કામ પુસ્તકો કરી જતાં હોય છે.
આત્મવિકાસ સાધવામાં મદદરૂપ ઘણા પુસ્તકો આજે ઉપલબ્ધ છે અને આ પુસ્તકો વાંચનારો વર્ગ ઘણો ઊંચો છે. દિવસની શરૂઆતમાં અને દિવસના અંતે એક હકારાત્મક અને પ્રેરણાભર્યો વિચાર તમારા શરીરમાં નવી ઊર્જા પૂરે છે. સતત આગળ વધવા માટે હકારાત્મક ઊર્જા અને પ્રેરણાની ખૂબ જરૂર હોય છે અને ખુશ રહેવા માટે સંતોષ અનુભવવો જરૂરી છે. આ તમામમાં તમને પુસ્તકો અવિરતપણે મદદ કરે છે. સંબંધોની જાળવણીથી માંડીને વેપારની આંટીઘૂંટી ઉકેલવામાં આ હકારાત્મક ઊર્જા તમને મદદરૂપ રહે છે.
આ પુસ્તકો તમને પરિવર્તનને આવકારતા તથા સ્વીકારતા શીખવે છે, તમારી નિર્ણયશક્તિ અને વિચારશક્તિને ધાર આપે છે, તમારી મર્યાદાઓને પાછળ છોડવાની તરકીબ શીખવાડે છે અને તમારી આવડતને વધુ તેજ બનાવે છે.
ટૂંકમાં કહીએ, તો આ પુસ્તકો તમને જીવનમાં સતત આગળ વધવાની પ્રેરણા આપશે. ભૂતકાળમાંથી શું શીખ લેવી, વર્તમાનનો સમય સુખરૂપ અને સંતોષપૂર્વક કઇ રીતે પસાર કરવો તથા ઉજ્જવળ ભવિષ્યનિર્માણના પાયા કઇ રીતે નાંખવા એ તમને અહીં ચોક્કસ જાણવા મળશે!
છેલ્લે એટલું જ કહેવાનું કે, તમારા જીવનમાં જો સુખ અને સંતોષ હશે તો તમે જગ જીત્યા, બાકી આખા જગતના વિજેતાને માથે પણ કાંટાળો તાજ શોભતો હોય એવું બને. સામાજિક અને આર્થિક રીતે નહીં, એક માનવી તરીકે તમે કેટલાં આગળ છે એ તમારે સતત ચકાસતાં રહેવું જોઇએ. એ કામમાં આ પુસ્તકો તમને ચોક્કસ મદદરૂપ થશે. અમારા આત્મવિકાસનાં સૌથી શ્રેષ્ઠ 20 પુસ્તકોની સૂચી મેળવો અહીં

તમારા બગડેલા મિજાજને સુધારી શકે છે…પુસ્તકો!

માનો તો મિત્ર, માણો તો ફિલ્મથી પણ મજેદાર હોય છે પુસ્તકો… દરેક પુસ્તક-પ્રેમી આ વાત ચોક્કસ માનશે.. પુસ્તકો તમારા કાયમી સાથીદાર છે, કોઇ અપેક્ષા કે ફરિયાદ વિના સતત તમારી સાથે રહે છે. આ એવો મિત્ર છે, જેની પાસે તમારા દરેક મૂડ માટે કઇંક ખાસ હોય છે… નિરાશામાં આશા, સંકટ સમયે જરૂરી હિંમત, મૂંઝવણમાં જરૂરી સલાહ-સૂચનો અહીં તમને મળી જ રહે છે. રસ લઇને ધીરજથી વાંચો તો પુસ્તકો એ તમારી Ultimate Company છે.
અહીં અમે કેટલાંક એવાં પુસ્તકોની સૂચિ કાઢી છે જે તમારા મૂડ સ્વિંગ્સમાં તમારા સાથીદાર બની શકે છે!
1. સૌરાષ્ટ્રની રસધાર: ગુજરાતી સાહિત્યની સૌથી જૂની અને જાણીતી વાર્તાઓ અહીં મળી આવે છે. સૌરાષ્ટ્રની જાણીતી લોકકથાઓમાં પ્રેમ, નિષ્ઠા, ખુમારી, વીરતા અને ત્યાગના અનેક ઉદાહરણો મળી રહે છે. ગુજરાતની ભૂમિની અમર પ્રેમકથાઓ અને સાહસિક શૂરવીરની કથાઓ તમારા મનને પણ લાગણીથી તરબોળ કરી દેશે. ઝવેરચંદ મેઘાણી લિખિત આ લઘુકથાઓ ગુજરાતી સાહિત્યના લેખકો માટે આજે પણ પ્રેરણારૂપ છે.
2. ના! કહેવાની કળા: જીવનમાં આગળ વધવા માટે, સમયના સંચાલન માટે, આ કળા હસ્તગત હોવી ખૂબ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં ‘સામેવાળાને ખરાબ ન લાગે’ એ રીતે ના પાડતાં આવડવું આજે સૌથી જરૂરી છે. તમે પણ જો એવી જ કોઇક અસમસંજમાં ફસાયા હોવ, કામના ભાર અને ‘ના પણ કઇ રીતે કહેવી?’ ની વચ્ચે તમારી સેન્ડવિચ થતી હોય, તો આ પુસ્તક ચોક્કસ વાંચજો. જો તમારે ‘ના’ કહેતાં શીખવું હોય તો આ પુસ્તકને ‘હા’ કહેવી પડશે.
3. મિથ્યાભિમાન: રતાંધળા જીવરામ ભટ્ટના પોકળ અભિમાનને વર્ણવતું મનોરંજક નાટક. અહીં દરેક પ્રસંગમાં હાસ્યની સાથે છૂપો કટાક્ષ છે. સમાજની વાસ્તવિક તસવીર ખૂબ જ રમૂજી રીતે રજૂ કરતું આ નાટક તમને ખૂબ હસાવશે, સમાજની સાચી છબી તમારી સમક્ષ મૂકશે અને સાથે જ તમારા મન પરના વિવિધ આવરણો દૂર કરવામાં તમને મદદરૂપ થશે. ગૃહસ્થાશ્રમીઓએ ખાસ વાંચવા જેવું પુસ્તક.
4. સંપૂર્ણ ચાણક્ય નીતિ: કૌટિલ્ય અથવા ચાણક્ય ભારતના વિરલ યુગપુરુષ ગણાય છે. કૂટનીતિમાં તેમનો જોટો જડવો મુશ્કેલ છે, તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે, જે આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે. ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના તેમના વિચારો અને તેમનું જ્ઞાન આજે પણ 2300 વર્ષ પછી પણ એટલા જ પ્રસ્તુત અને સચોટ છે. ચાણક્યની વ્યવહારનીતિ દરેક ક્ષેત્રમાં જરૂરી સલાહ-સૂચનો પૂરા પાડે છે.
5. રહસ્યમયી: રાઇડર હેગાર્ડની આ સસ્પેન્સ થ્રિલર દુનિયાભરનાં વાંચકોએ માણી અને વખાણી છે. વાસ્તવિક દુનિયામાંથી છટકવાનો ઉપાય શોધતા હો, તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ રસપ્રદ નવલ તમને છેલ્લે સુધી જકડી રાખે છે. મિલનની પ્રતિક્ષા અને વિદાય વચ્ચે ઝોલા ખાતી બે જિંદગીઓની આ વાર્તા છે.
પુસ્તકો તમને એક અલગ દુનિયામાં વિહરવાની છૂટ આપે છે, જેથી પોતાની સમસ્યાઓ ભૂલીને આગળ વધવું સરળ બની જાય છે.

શું તમે ન્યૂઝહન્ટને ડેઇલીહન્ટમાં અપગ્રેડ કર્યું?

મિત્રો!
તમારી મનપસંદ એપ ન્યૂઝહંટ આવી ગઇ છે હવે એક નવા જ અવતારમાં – ડેઇલીહન્ટ !

downloadapp11

ડેઇલીહન્ટ આપશે તમને એ બધું જ, જે તમને ન્યૂઝહન્ટમાં પસંદ હતું અને સાથે જ આ એપ હવે તમારી પોતાની ભાષામાં છે. આમાં એવા ઘણા ફિચર્સ છે, જેના થકી તમે સમાચારો, પુસ્તકો, કોમિક્સ અને અન્ય વાંચનસામગ્રી ખૂબ જ સરળતાથી શોધીને વાંચી શકો છો. તો હવે રાહ શેની જુઓ છો, આજે જ આ એપ મેળવો !

ડેઇલીહન્ટ વીડિયો કોન્ટેસ્ટ

ડેઇલીહન્ટને પ્લે સ્ટોર પર આવ્યાને એક મહિનાથી ઉપર થયો છે. અમારી આ નવી એપને આવકારવા બદલ તથા પોતાના અભિપ્રાયો થકી એપને વધુ ભવ્ય અને સુંદર બનાવવા બદલ તમામ વપરાશકર્તાઓ – જૂના અને નવા – નો ખૂબ ખૂબ આભાર! તમારા અનુભવને વધુ મજેદાર બનાવવા માટે અમે અમારા ફેસબૂક પેજ અને ટ્વીટર હેન્ડલ પર એક રોમાંચક વીડિયો કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે. આ કોન્ટેસ્ટમાં સહભાગી થવા માટે તમારે માત્ર અમારા સોશિયલ મીડિયાના પેજ પર જઇ ડેઇલીહન્ટનો વીડિયો જોવાનો છે અને કેટલાક સરળ સવાલોના જવાબ આપવાના છે, સાચો જવાબ આપનારને મળશે ડેઇલીહન્ટ ગિફ્ટ હેમ્પર! તો અત્યારે જ ડેઇલીહન્ટનો વીડિયો જુઓ અને જાણો #AurKyaChalRahaHai

તમને એપ ગમી હોય તો આટલું જરૂર કરો –
અમારી Youtube ચેનલ સબસ્ક્રાઇબ કરો!
અમારું ફેસબૂક પેજ લાઇક કરો
અમને ટ્વીટર પર ફોલો કરો

ટીવી પર છવાયું ડેઇલીહન્ટ!

પ્રિય વાંચકો,
તમારી મનપસંદ એપ ન્યૂઝહન્ટ હવે હાજર છે એક નવા અવતારમાં – ડેઇલીહન્ટ જેની એડ તમારી ટીવી સ્ક્રીન પર પણ ચમકી ચુકી છે.

ડેઇલીહન્ટમાં એ બધું જ છે જે તમને ન્યૂઝહન્ટમાં પસંદ હતું અને એ સિવાય પણ ઘણી સવલતો છે, આ એપ હવે તમારી ભાષામાં છે. તમને ગમતા સમાચારો, લેખો, પુસ્તકો, કોમિક્સ વગેરે શોધવા તથા વાંચવા માટેના અનેક નવા ફિચર્સ ઉપલબ્ધ છે, જે તમારા વાંચનના અનુભવને વધુ આરામદેહ અને સુખદ બનાવશે. તો રાહ શું જોવાની, આજે જ આ એપ મેળવો.

એક ખાસ વાત તો રહી જ ગઇ! અમે અમારા ફેસબૂક પેજ અને ટ્વીટર હેન્ડલ  પર એક રોમાંચક કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે. અહીં તમારે માત્ર ડેઇલહન્ટની એડ જોવાની છે અને અમારા સોશિયલ મીડિયા પેજ પર કેટલાક સરળ સવાલોના જવાબ આપવાના છે, સાચો જવાબ આપી તમે જીતી શકો છો આકર્ષક ઇનામો! અને હા #AurKyaChalRahaHai જાણવા માટે ચોક્કસ ડાઇનલોડ કરો ડેઇલીહન્ટ, ભૂલતા નહીં!

અમારું ફેસબૂક પેજ લાઇક કરો
અમને ટ્વીટર પર ફોલો કરો

નમસ્કાર ડેઇલીહન્ટ

પાંચ વર્ષ પહેલાં અમે ન્યૂઝહન્ટની શરૂઆત કરી હતી, ભારતીય વપરાશકર્તાઓ પોતાની સ્થાનિક ભાષામાં મોબાઇલ પર વાંચનનો લાભ ઉઠાવી શકે એવા ધ્યેય સાથે આ શરૂઆત થઇ હતી.

ધીરે-ધીરે વિકાસ થયો અને દેશમાં સમાચાર તથા ઇ-પુસ્તકોની ઉચ્ચતમ એપ્લિકેશન તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. લોકોને સ્થાનિક ભાષામાં સમાચાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ થયેલી આ સફર આજે ઇ-પુસ્તકો, સામયિકો અને કોમિક્સ સુધી પહોંચી છે.

હવે અમે લાખો વપરાશકર્તાઓને સેવા પૂરી પાડીએ છીએ, પરંતુ અમારું મિશન હજુ બદલાયું નથી: લોકો કોઇપણ ઉપકરણ પર પોતાની ભાષામાં શ્રેષ્ઠતમ વાંચનનો આનંદ માણી શકે એ જ અમારો ધ્યેય છે

આજે અમે ન્યૂઝહન્ટ નો નવો અવતાર તમારી સમક્ષ મૂકવા જઇ રહ્યાં છીએ – જે કહેવાશે ડેઇલીહન્ટ

ડેઇલીહન્ટમાં એ બધી જ ખાસિયત છે જે તમે ન્યૂઝહન્ટમાં માણતા હતા અને એ સિવાય પણ ઘણું છે – હવે સંપૂર્ણ એપ તમારી જ ભાષામાં છે. એપનો નવો સુંદર-સુઘડ અને સ્માર્ટ લૂક તમારા વાંચનના અનુભવને વધુ આહલાદક બનાવશે, તો ખૂબ બધાં નવા ફિચર્સ તમારા મનપસંદ લેખો, ઇ-પુસ્તકો અને કોમિક્સ શોધવા તથા વાંચવામાં મદદરૂપ નીવડશે.

અત્યારે જ મેળવો Android નું અપડેટેડ વર્ઝન.

iPhone/iPad અને Windows ફોનનાં અપડેટેડ વર્ઝન જલ્દી જ આવી રહ્યાં છે.

ડેઇલીહન્ટમાં શું નવું છે?

નવી ડિઝાઇન: તમે કોઇપણ જાતની ખલેલ વિના, હળવાશથી વાંચી શકો એ હેતુથી અમે એક સુંદર ઇન્ટરફેસ તૈયાર કર્યો છે. તમારા વપરાશને વધુ સરળ અને સહજ બનાવવા માટે યુઝર ઇન્ટરફેસ પણ સ્થાનિક ભાષામાં જ રાખવામાં આવ્યો છે, જેથી તમે એપને સંપૂર્ણપણે પોતાની ભાષામાં માણી શકો.

વ્યક્તિગત પ્રવાહ: અહીં વાત માત્ર સુંદર ડિઝાઇન પૂરતી જ સિમિત નથી, તેને વ્યક્તિગત પ્રવાહ આપવા માટે રેકમેન્ડેડ ન્યૂઝ સ્ટ્રીમ ઉમેરવામાં આવી છે, જે તમારા રોજિંદા વાંચનના રસને પારખી લઇ તમારી મનપસંદ વાંચનસામગ્રી સૂચવશે. એટલે કે તમે તમારા મનપસંદ વિષયને લગતા સમાચારો, પુસ્તકો અને વિડીયો સીધા અહીં જ મેળવી શકો છો.

મનપસંદ: તમે તમારા ગમતા વિષયો અને સ્ત્રોતને મનપસંદની શ્રેણીમાં ઉમેરી તમારી ન્યૂઝ સ્ટ્રીમને એક પરફેક્ટ પર્સનલ ટચ આપી શકો છો. અહીં સ્થાનિક સમાચારો, ટેક્નોલોજી, મુસાફરીથી માંડીને ખાણીપીણી અને ફેશન સુધીના અનેક વિષયો ઉપલબ્ધ છે, તે પણ તમારી પોતાની ભાષામાં!

પ્રકરણવાર ખરીદો: અમુક પસંદ કરેલ પુસ્તકો હવે તમે પ્રકરણવાર પણ ખરીદી શકો છો. અમારા વાંચકો અને પ્રકાશકોનાં અનુરોધને ધ્યાનમાં લઇને આ ફિચર ઉમેરવામાં આવ્યું છે. જેમાં દરરોજ નવા ને નવા પુસ્તકો ઉમેરાતાં જશે.
Dailyhunt chapter wise billing

નવી ભાષાઓ: ભોજપુરી વાંચકોનું સ્વાગત છે! ત્યાર બાદ આસામી, સિંધી અને નેપાળી ભાષાઓ પણ જલ્દી જ આવી રહી છે.

નવા દેશો: અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે હવે અમે શ્રીલંકા અને યુએઇમાં પણ સેવા આપી રહ્યાં છીએ, આ સાથે જ બીજા પણ ઘણા દેશોનો સમાવેશ થવા જઇ રહ્યો છે. આશા છે કે આ નવી ડેઇલીહન્ટ એપ તમારે માટે ખૂબ જ આકર્ષક અને રસપ્રદ બની રહેશે.

અને અંતમાં…

તમે આપેલી સતત પ્રેરણા અને સમર્થન બદલ ખૂબ ખૂબ આભાર. અમને તમારો અભિપ્રાય જાણવામાં ખૂબ આનંદ થશે. આ એપ્લિકેશનને વધુ સારી બનાવવા અંગે કે કોઇ અન્ય સૂચન હોય તો અમને ચોક્કસ જણાવશો.

અત્યારે જ તમારા Android મોબાઇલ પર ડેઇલીહન્ટ ડાઉનલોડ કરો.

– ટીમ ડેઇલીહન્ટ